વહાલા સદસ્યો અને કલારસિકો,
ગુજરાતી સાહિત્ય અકાદમીની ઑગસ્ટ માસની બેઠકમાં, ભારતથી હાલમાં બ્રિટનના પ્રવાસે આવેલ, ગુજરાતના યુવા સંગીતકાર – ધ્રુપદ ગાયક શ્રી ચિંતન ઉપાધ્યાય સાથે ભારતીય શાસ્ત્રીય-સંગીત સંબંધિત વાતચીત કરીશું.
ધ્રુપદ-ગાન સાથે સંકળાયેલા સાહિત્યને સ્વર-સંગીતના પરિપ્રેક્ષ્યમાં સમજીશું. સાથેસાથે ચિંતનભાઈના ધ્રુપદ ગાનનો આહ્લાદ પણ લઈશું.
વાર/તારીખઃ શનિવાર, 4 ઑગસ્ટ 2018
સમયઃ બપોરના ઠીક 2.00 કલાકે
સ્થળઃ હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી
અકાદમી વતી તમને અને તમારા સમરસિક મિત્રોને આ બેઠકમાં આમંત્રણ આપતાં અમે રાજીપો અનુભવીએ છીએ. બેઠકનું આમંત્રણ પત્ર આ સંદેશા સાથે [ PDF ] સ્વરૂપે જોડેલું છે.
આપના સ્નેહાધીન,
પંચમ શુક્લ, બેઠક સંયોજક
ભદ્રા વડગામા, બેઠક નિયામક
ગુજરાતી સાહિત્ય અકાદમી