ગુજરાતી સાહિત્ય અકાદમીની વર્ષ 2014ની વાર્ષિક સામાન્ય સભા શનિવાર, 28 જૂન 2014 ના રોજ મળશે.
તાજેતરમાં દિવંગત થયેલા અાપણા એક વરિષ્ઠ સાહિત્યકાર તેમ જ કોશકાર ધીરુભાઈ ઠાકર વિશે એમના સહોદર તથા જાણીતા કેળવણીકાર અને લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી જાહેર વક્તવ્ય અાપશે.
તારીખ: શનિવાર, 28 જૂન 2014ના બપોરે ઠીક 2.30 કલાકથી
સ્થળ: માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિયેશન, 20A Rosemead Avenue, Wembley, Middlesex HA9 7EE
અા સમગ્ર કાર્યક્રમની વિગતો અા સાથેના સંલગ્ન પરિપત્રમાં અાપી છે. [ PDF ] નિરાંતવા જોવા અનુસરવા અનુરોધ કરીએ છીએ.
તમે દરેક અા અવસરે પધારશો તેવી શ્રદ્ધા સેવીએ છીએ.
વિનીત,
ભદ્રાબહેન વડગામા (મહામંત્રી)