શું મહેકે છે બધે લોબાન જેવું ? ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું – રાકેશ હાંસલિયા
ઊજળી અકાદમી-સેવા
• ઉપેન્દ્રભાઈ ગોર • ઘનશ્યામભાઈ પટેલ • ચંદુભાઈ મટાણી • ચન્દ્રકળાબહેન પટેલ • ચંપાબહેન પટેલ • જગદીશભાઈ દવે • નટુભાઈ સી. પટેલ • મનસુખભાઈ શાહ • રમણભાઈ પટેલ • રામુ મટવાડકર • વલ્લભભાઈ નાંઢા • વિલાસબહેન ધનાણી
− ને પોંખવા સન્માનવા
જાહેર મેળાવડો
શનિવાર, 10 ઑગસ્ટ 2013ના રોજ સાંજે પૂરા ચાર વાગ્યેથી
માંધાતા યૂથ એન્ડ એસોસિયેશન સભાખંડ
20A Rosemead Avenue, WEMBLEY, Middlesex HA9 7EE
આરંભે ગવર નથ્થુ અને મંડળીનું સંગીત વાદન અને અંતે સુભાષભાઈ દેસાઈનું સુગમ સંગીત
સૌને સારુ પ્રીતિ ભોજનની સોઈ
અવસરે સૌ સહકુટુંબ મિત્રમંડળ સમેત આવો એવી સહૃદય વિનંતી ( PDF)
“ગુણજ્ઞતા અને કૃતજ્ઞતા વ્યક્તિ માટે હૃદયવિકાસક ગુણ છે. એ ગુણ સામાજિક ગુણ બની રહે તે સમાજના લાભમાં છે. એ રીતે, કે જુદાં જુદાં ક્ષેત્રે પોતાની પ્રભુદત્ત શક્તિને ઉપયોજી, સરવાળે સમાજની તે તે ક્ષેત્રની કમાણી, પ્રગતિ કે સિદ્ધિમાં ગણનાપાત્ર ફાળો નોંધાવનાર વ્યક્તિવિશેષોની એવી સેવા બદલ સમાજ પોતાની કદરદાની એમના જીવતાં એમની … અવસરો યોજીને પ્રગટ કરે તેથી એ વ્યક્તિવિશેષોને કૃતાર્થતાનો સંતોષ અને કર્યું તેવું અને તેથી વધુ સારું કરવાનાં પ્રેરણા, ઉમંગ અને બળ મળતાં સમાજને તેમની શક્તિ અને સેવાનો વધુ લાભ સાંપડે.” − અનંતરાય રાવળ
(સૌજન્ય : ‘અક્ષર-આરાધના’ – કરસનદાસ માણેક અભિનંદનગ્રંથના સંપાદકીયમાંથી)