યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે સાહિત્યરસિક અને પત્રકાર તેજલ પ્રજાપતિ વાત કરશે ‘ભારત-પાકિસ્તાન વિભાજન અને નારીસંવેદના : મૂળ સોતાં ઊખડેલાં સંદર્ભે’ જ્યારે સાહિત્યરસિક અને પત્રકાર પાર્થ પંડ્યા વાત કરશે ‘કમળાબહેન પટેલકૃત મૂળ સોતાં ઊખડેલાં : એક દસ્તાવેજી અનુભવકથા’ માંડણી અને પરિચય : પત્રકાર કલરવ જોશી સમાપન : ડૉ. પંચમ શુકલ …
પુસ્તક પરિચય ‘ચાળીસીએ ઓચ્છવ’ એ વક્તવ્ય-સંચયનું લાંબું પેટામથાળું તેનો વિષય સ્પષ્ટ કરે છે – ‘યુનાઈટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં’. પુસ્તક 16 ઑગસ્ટ 2018ના રોજ, ઇંગ્લેન્ડની ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજેલા પરિસંવાદમાં અભ્યાસીઓએ રજૂ કરેલાં વક્તવ્યો પરથી બન્યું છે. તેમાં માતૃભાષા માટે વસાહતીઓની આસ્થા અને 12 ફેબ્રુઆરી 1977 સ્થપાયેલી અકાદમીની કાર્યનિષ્ઠા પ્રગટે …