વહાલાં અકાદમીનાં હમસફરો
ઓગણચાળીસમાં વરસમાં પ્રવેશેલી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની 38મી વાર્ષિક સામાન્ય સભામાં, હમ સફરો, તમારું સહૃદય સ્વાગત હો.
આવો, પધારો અને ચચ્ચાર દાયકાને અોવારે પહોંચતી અકાદમીની હયાતીને આપણે સૌ સહિયારી પોંખીએ.
રાબેતા અનુસાર, વાર્ષિક સભાની કાર્યવાહી તો પાર પાડીએ, અને સાથોસાથ આપણી વસાહતને એક પોતીકી ઢબછબે અંકે કરી જતા આપણા એક અવ્વલ લેખક અને પત્રકાર, સલિલ ત્રિપાઠીની વાત સાંભળીએ અને સમજીએ. કોને ખબર છે અરસપરસ કોને કોને, કેટલો કેટલો, લાભફાયદો થશે? સલિલભાઈ તો ગોમાત્રિ [‘સરસ્વતીચંદ્ર’કાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી] ઘરાણાના ફરજંદ છે. એટલે અોર જામશે. એ સારા લેખક છે અને સારા વક્તા પણ…
અા જોડાજોડા ભદ્રાબહેનનું લખાણ છે જ છે; અને વળી, સભા માટેની સામગ્રી પણ છે. વાંચજો. વિચારજો, પણ અકાદમીને હૂંફટેકો દેવાનું ચૂકશો મા !
ચાલો, આવજો; અને 20 જૂનની સભામાં તમને હળવામળવાની જિજ્ઞાસા સહ
પ્રેમાદારપૂર્વક
વિપુલ કલ્યાણી
Dear Members
Please see the attached agenda for GLA’s 38th AGM which will be held on 20 June 2015 at Wealdstone Library, 38-40 High Street, Harrow & Wealdstone, HA3 7AE at 2.00 pm as per details given in the leaflet, which also includes information on public transport.
The attachment also contains the minutes of the last AGM. Please do read them to raise any question of concern.
I hope you will be able to attend the meeting and give your support to the EC members for their commitment to the working of GLA.
To make the afternoon more interesting we have invited Salilbhai Tripathi as the Guest of Honour to talk to us about his very interesting work. Below is some information about him.
SALIL TRIPATHI
Born in Bombay, India, Salil Tripathi is a writer based in London, currently working on a novel set in Southeast Asia in the 1940s and 1990s. He writes journalism on economic, political and cultural issues, and over the last 18 years, he has published nearly 1,000 articles in publications in Asia, Europe and America.
Salil began his career as a journalist in Bombay, with the Indian Post and then India Today. Among the assignments he covered for India Today were the build-up to the Gulf War of 1991. He was the first Indian correspondent reporting from the Iraq-Jordan border on the refugee crisis in August, 1990. He also wrote about the Indian ban on The Satanic Verses and its violent aftermath, and the rise in communal tensions during the build-up of the Babri Masjid controversy in India. The story on the Rushdie controversy won the first prize at the Asian Magazine Journalism Awards in 1989.
Salil Tripathi is director of policy at the Institute for Human Rights and Business. Based in London, he is a contributing editor at Mint and Caravan in India, and was formerly a correspondent for the Far Eastern Economic Review in Singapore.
Warm Regards
Bhadra Vadgama
Secretary General
Gujarati Literary Academy
તારીખ: શનિવાર, 20 જૂન 2015ના બપોરે ઠીક 2 કલાકથી
સ્થળ: હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High St, Wealdstone, Harrow, Middlesex HA3 7AE
અા સમગ્ર કાર્યક્રમની વિગતો અા સાથેના સંલગ્ન પરિપત્રમાં અાપી છે. [ PDF ] નિરાંતવા જોવા અનુસરવા અનુરોધ કરીએ છીએ.