મારી સમજ મુજબ, ‘વિકિસ્રોત’ એ ‘વિકિસોર્સ’ના મૂળ નામ તળે વિકિમીડિયા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા નફા-રહિત ચલાવવામાં આવતો ગુજરાતી ભાષા માટેનો ઑનલાઇન ભંડાર છે જેમાં કૉપીરાઈટ મુક્ત લોકવાંગ્મય, સાહિત્ય, લખાણો તેમજ અન્ય દસ્તાવેજી કૃતિઓનો સંચય કરવામાં આવે છે. આ સંસ્થા, વિકિપીડિયા (મુક્ત જ્ઞાનકોષ), વિક્શનરી (મુક્ત શબ્દકોષ), વિકિવિદ્યાલય (મુક્ત વિદ્યાલય) જેવી બહુભાષી તથા પ્રકાશન-અધિકાર-મુક્ત પરિયોજનાઓ પણ …
સુજ્ઞ કાવ્યચર્યકો, બ્રેન્ટ લાયબ્રેરી સર્વિસીઝના સહકારથી, રાબેતા મુજબ (દર માસના પહેલા શનિવારે) મળતી ગુજરાતી સાહિત્ય અકાદમીની આ માસની બેઠક છે કાવ્યચર્યા. કવિવર રાજેન્દ્ર શાહની જન્મશતાબ્દીની ઉજવણીના ભાગરૂપે આ બેઠકમાં આપણે કવિવરનાં કાવ્યોને ‘શાંત કોલાહલ’ શીર્ષક તળે વાચન, શ્રવણ અને ચર્વણ દ્વારા માણીશું અને રીતે કવિના અ-ક્ષર દેહને હાજરા-હજૂર કરીશું. આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર આમંત્રણ આ અંગત પત્ર સાથે શામેલ છે. [ ] આપ …
“તમે તો કેવળ સંદેશો જ માંગ્યો છે; પણ હું થોડુંક દોઢ ડહાપણ ડહોળીને ભેગી થોડીક શિખામણ પણ મોકલું છું, ગમે તો ગળે ઉતારવાની; નહીંતર ઝાંપા સુધી લઇ જવાની જરૂરત નથી. એ હાથમાં આવે એવી જ તેને ગળાટૂંપો દઈ ફાવે ત્યાં ફેંકી દેવી. સંદેશો તો એ જ દેવાનો હોય કે હું તમારી સફળતા ઇચ્છું છું. એ …