17 ફેબ્રુઆરી 2015 જનાબ અહમદ લુણત ગુજરાતી રાઇટર્સ ફૉરમ, બૉટલી 27 James Street BATLEY West Yorkshire WF17 7PS પામી સદી આજે પામો સદી સૌખ્ય સ્વાસ્થ્ય અને સેવાભરી પાંચેક દાયકાઓ પહેલાં મારા એક જિગરી દોસ્ત અને તેના સમગ્ર પરિવારે આમ લખી શુભ કામનાઓ બક્ષી હતી. આજે તેવી લાગણીઓ તમારા ભણી રવાના કરતાં ભારે આનંદ અનુભવાય છે. …
મારી સમજ મુજબ, ‘વિકિસ્રોત’ એ ‘વિકિસોર્સ’ના મૂળ નામ તળે વિકિમીડિયા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા નફા-રહિત ચલાવવામાં આવતો ગુજરાતી ભાષા માટેનો ઑનલાઇન ભંડાર છે જેમાં કૉપીરાઈટ મુક્ત લોકવાંગ્મય, સાહિત્ય, લખાણો તેમજ અન્ય દસ્તાવેજી કૃતિઓનો સંચય કરવામાં આવે છે. આ સંસ્થા, વિકિપીડિયા (મુક્ત જ્ઞાનકોષ), વિક્શનરી (મુક્ત શબ્દકોષ), વિકિવિદ્યાલય (મુક્ત વિદ્યાલય) જેવી બહુભાષી તથા પ્રકાશન-અધિકાર-મુક્ત પરિયોજનાઓ પણ …
“તમે તો કેવળ સંદેશો જ માંગ્યો છે; પણ હું થોડુંક દોઢ ડહાપણ ડહોળીને ભેગી થોડીક શિખામણ પણ મોકલું છું, ગમે તો ગળે ઉતારવાની; નહીંતર ઝાંપા સુધી લઇ જવાની જરૂરત નથી. એ હાથમાં આવે એવી જ તેને ગળાટૂંપો દઈ ફાવે ત્યાં ફેંકી દેવી. સંદેશો તો એ જ દેવાનો હોય કે હું તમારી સફળતા ઇચ્છું છું. એ …