[તા. 16/02/2005 ના રોજ અમદાવાદમાં યોજાયેલ કાવ્યસંગીત સમ્મેલનમાં આપેલા વક્તવ્યના ધ્વનિમુદ્રણ પરથી. આલેખન: તારક ઓઝા. સામયિક ‘વિ’ માંથી ટૂંકાવીને.] ‘શબ્દ’. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ અથવા મૂર્છામાં હોઈએ એ સિવાય ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં શબ્દ વિદ્યમાન હોય છે. એ આપણો એટલો અતિપરિચિત પદાર્થ છે. કેમ કે જાગૃત અવસ્થામાં ચૈતન્યની નિ:શબ્દ પરિસ્થિતિ આપણે કલ્પી પણ શકતા નથી. …
(ડૉ. નટવર ગાંધીના, “સંધિ” સામયિકના અંક -૧૪, અૅપ્રિલ – જૂન ૨૦૧૦, પાનાં ૭૭-૮૪ પરે, પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખ ‘Gujarati Diaspora Writing — A Call for Independence’નું ગુજરાતી રૂપાંતર. મૂળ અંગ્રેજી પરથી રૂપાંતરકાર : વિપુલ કલ્યાણી) દર સાલ, વસંત ઋતુમાં અને ઉનાળાની મોસમ વેળા, ભારતીય મુલાકાતીઓનું એક ખાસ પ્રકારનું જૂથ, યાયાવરી પંખીઓની જેમ, નિયમિતપણે, ઉત્તર અમેરિકાની …
‘જૂના જમાનામાં જીવનનો કબજો ધર્મે લીધો હતો. આજે એની જગ્યા સંસ્કૃતિને આપવામાં આવી છે. ધર્મનો હેતુ સૌથી પહેલાં જીવનશુદ્ધિનો હતો. સંસ્કૃતિનો હેતુ જીવનસમૃદ્ધિનો છે. સંસ્કૃતિનું વાયુમંડળ, એની આબોહવા તદ્દન ખુલ્લી હોય છે. સંસ્કૃતિમાં સંકુચિતતાને સ્થાન નથી હોતું. પણ જે લોકો માને છે કે સંસ્કૃતિ એટલે ગાનતાન, નાચતમાશા અને કવિઓના મુશાયરા, તેઓ એશઆરામના આશક બને છે …
રાજા રામમોહન રાય અને દુર્ગારામ મહેતાજી 1. ભારતીય ભૂમિકા યુરોપની સરખામણીમાં ભારતના પુનર્જીવન – ‘રેનેસાં’નો યુગ ઘણો મોડો આરંભાયો હતો. અને યુરોપ કરતાં ભારતની પાર્શ્વભૂમિની ભિન્નતા તથા ‘રેનેસાં’ સમયની પરિસ્થિતિની પ્રતિકૂળતાઓ પણ નોંધપાત્ર હતી. ભારતમાંના આ પુનર્જીવન સાથે પશ્ચિમી-યુરોપી પ્રજાઓના ભારત-આગમનની અને વિશેષે ભારતમાં અંગ્રેજી રાજ્યશાસનની ઘટના, તેનાં શુભાશુભ લક્ષણો સાથે, નિર્ણાયક પરિબળ બની હતી. …
1લી મે, 1960ની સવારે રવિશંકર મહારાજના હસ્તે, હરિજન આશ્રમ – અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. એ પ્રસંગે રવિશંકર મહારાજે વ્યક્ત કરેલી અપેક્ષાઓ આજે આટલાં વર્ષે પણ એટલી જ પ્રસ્તુત છે. ગુજરાતની પ્રજા અને શાસકો મહારાજના ઉદઘાટન પ્રવચનમાં વ્યક્ત થયેલી અપેક્ષાઓ તરફ લક્ષ આપે, એવી આશા સાથે એ પ્રવચન સ-અાદર … આજે ગુજરાતનું …
આ લેખ ૧૯૧૬ના અરસામાં લખાયો હોય, તેમ લેખમાંની વિગતો પરથી તારવી શકાય છે. આશરે સૈકા પરનો આ લેખ, આજે પણ, અનેક કારણે નિરાંતવા વાગોળવા સમ છે. હા, રાજકીય પરિસ્થિતિ બદલાઈ છે. ભારત સ્વતંત્ર બન્યું છે, તેમ ગુજરાતનું પોતાનું રાજ્ય અસ્તિત્વમાં છે. લેખમાંના આંકડા છો વાસી રહ્યા, પણ તેમાં આપેલી વિચાર માટેની સામગ્રી, જાણે કે, આજે …
કાવ્ય, નાટક અને લલિત રસિક ભાવવાળું કલ્પનાપ્રધાન વાડ્મય; આનંદ, ઉત્સાહ, ઉપદેશ ને રસ ઉપજાવે એવું મનોરંજક લખાણ. સાહિત્ય એટલે લલિતકળાનું સાહિત્ય સાહિત્યનો બીજો અર્થ વધારે વ્યાપક છે. એમાં ઉપરના કલ્પનાપ્રધાન સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન વગેરે શાસ્ત્રીય સાહિત્યનો સમાવેશ થાય, ત્યારે સાહિત્ય એટલે સફળ વાડ્મય.જ્યાં સુધી સંસ્કૃત ભાષા જીવંત હતી ત્યાં સુધી વિદ્વાનવર્ગ સ્વાભાવિક રીતે …
કોઇ એક સમાજ કે દેશના લોકો પોતાના મનોગત ભાવ કે વિચાર એકબીજાને પ્રકટ કરી શકે તેવો વ્યક્તનાદનો સમુદાય; જબાન; વાણી; બ્રાહ્મી; ભારીત; સરસ્વતી; ગિરા; બોલી. મનના વિચાર બોલીને કે લખીને જણાવાય છે. ભાષાશાસ્ત્રમાં ભાષા અને બોલી એવા બે ભેદ ગણવામાં આવે છે. અંત:કરણના વ્યાપારને ભાષા કહે છે અને તેનું ઉચ્ચારરૂપ સાધન પરસ્પરના પરિણામને જણાવી શકે …