વીડિયો:
* * * * *
પ્રાસ્તાવિક
– વિપુલ કલ્યાણી
ગયા સોમવારે, 27 જાન્યુઆરીએ આંતરરાષ્ટૃીય સ્તરે હૉલોકૉસ્ટ સ્મૃતિ દિવસ મનાવાયો હતો. એ એંશીમી વરસી હતી. યુરોપીય યહૂદીઓના, નાઝીઓ વાટે, થયેલા જાતિસંહારને માટે આ હિબ્રૂ શબ્દ – હૉલોકૉસ્ટ – ચલણમાં આવ્યો છે. પોલેન્ડના ક્રેકાઉ નગરથી આશરે પચાસેક કિલોમીટરને અંતરે આઉશ્વેસ્ત સ્થળે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આશરે 1.1 મિલિયન − એકાદ કરોડ ને દશ લાખ – યહૂદીઓ, પોલિશ, રોમાની તેમ જ રુશી કેદીઓનો આ જાતિસંહારમાં સમાવેશ થતો હતો, તેમ જાણકારો નોંધે છે.
પરમ સખા અશોક કરણિયાની આંગળીએ નવેમ્બર 2016માં આઉશ્વેશ્તની જાતરાએ જવાનો મને મોકો મળેલો તે ય સાંભરી આવે છે.
વારુ, યહૂદીઓ પ્રત્યેના નક્કર ધિક્કારનું આ પરિણામ હતું. … ખેર ! આજે ય આપણે અનેક સ્તરે ધિક્કાર પ્રવર્તતો જોઈએ છીએ. કેટલા અણગમા; કેટલું અજ્ઞાન; કેટકેટલી અસલામતી; પોતા વિશેના અભિપ્રાયમાં આવેલી કેટકેટલી હીનતા; અનેકાનેક કટ્ટરતાઓ; વળી, ખુદને જળોની જેમ વળગેલી ઊંડી અદેખાઈ પણ આવા આવા ધિક્કારને સારુ ચારો પૂરો પાડે છે. દલિતો, આદિવાસીઓ, મહિલાઓ, સમલિંગી જમાત, વિધર્મીઓ, અન્ય ભાષીઓ, ભિન્ન જાતિઓ સામે, ને નામે, આ ધિક્કાર રાસડા જ લે છે ને ! આ છે આપણો જાગિતક અનુભવ, આજે.
આવા જ કોઈક પ્રકારના હિણપત શાં ધિક્કારનો, ઘૃણાનો તેમ જ પૂર્વગ્રથિઓનો સામનો હિન્દવી જમાતે દક્ષિણ આફ્રિકામાં અનુભવ્યો હતો. તેની દાસ્તાં આપણે પ્રભુદાસ ગાંધી લિખિત ‘જીવનનું પરોઢ’માં તંતોતંત અનુભવીએ છીએ, જોઈએ છીએ.
મહાત્મા ગાંધીના એક મોટાકાકા એટલે જીવનલાલભાઈ. ઓતાબાપાના છ માંહેના ત્રીજા દીકરા. એમને ખુશાલચંદભાઈ નામે એક દીકરા જે મોહનદાસ ગાંધીના પિત્રાઈ થાય. ખુશાલચંદભાઈને ચાર પુત્રો. એમાં છગનલાલ ગાંધી મોટેરા. પછી આવે મગનલાલ ગાંધી. અને પ્રભુદાસભાઈ ગાંધી છગનલાલભાઈના, બેમાંના એક દીકરા. આમ જોવા જઈએ તો પ્રભુદાસ ગાંધી મહાત્મા ગાંધી પછીની ત્રીજી પેઢીનું ફરજંદ.
સન 1948ના પ્રથમ વાર પ્રકાશિત ‘જીવનનું પરોઢ’ ગાંધીજીની આ ધિક્કાર સામેની લડતનો સિલસિલાભર્યો હેવાલ જ જાણે જોઈ લો. તેમાં ગાંધીની વાત છે જ છે, પણ તે વેળાના હિન્દવી જમાતના સવાલો, તેના ઉકેલો, તે માટેની લડતો, ફિનિક્સ વસાહત માંહેની વિગતવાર નોંધો, તોલ્સતોય વાડીની વાતો ય સવિસ્તાર જડી જ આવે. ઉમાબહેન ધૂપેલિયા-મિસ્ત્રીનાં બે પુસ્તકો : Gandhi’s Prisoner?: The Life of Gandhi’s Son Manilal તેમ જ Gandhi’s African Legacy: Phoenix Settlement 1904 to 2024. A History Through Letters પણ આપણને સારુ અગત્યના ઓજારો છે. વળી, રામચંદ્ર ગુહાએ પણ Gandhi Before Indiaમાં વિગતે ચિતાર આપ્યો છે. આ સિવાય બીજાં અનેક પુસ્તકોમાં આ સામગ્રી જોવાવાંચવા સાંપડે છે. આ બધું છતાં, મારે મન, ‘જીવનનું પરોઢ’ માત્ર ડાયસ્પોરિક ગુજરાતીના જ નહીં, બલકે તમામ ડાયસ્પોરિક હિન્દવી વસાહતના પરોઢને ય સમજવા માટે, પામવા માટેનું એક અદકેરું ઓજાર છે. માટે ય આજનો અવસર.
ઇલાબહેન ગાંધી સરીખાં મશાલચી કનેથી આજે આપણે ફિનિક્સ વસાહત માંહેનાં એમનાં સંસ્મરણો પામશું. આ અને આવાં સ્મરણો દ્વારા આપણે દરેક આ સઘળાં ધિક્કારોને, ઘૃણાઓને તેમ જ પૂર્વગ્રંથિઓને દેશવટો આપીશું, અને માનવતાને ઉજાળીશું, તો આજનો ઉપક્રમ લેખે લાગશે.
સામે સમય અપૂરતો છે અને નિજી કામનો પારાવર ઢગ ખડકાયો વર્તાય છે. પણ છતાં આપણે આ કામોને નીપટવાનો આદર કરીએ જ કરીએ. કેમ કે એમ કરતાં કરતાં કવચિત કામોને પહોંચી ય વળવાનું થાય તેમ બને !
વારુ, આજના માનવતાં વક્તાનો પરિચય આશાબહેન બૂચ આપવાનાં છે. એમને હવે હું આગળનું સંધાણ કરવા ઈજન આપીશ.
* * * * *
ફિનિક્સ વસાહતનાં મારાં સંભારણાં – ઇલાબહેન ગાંધી
યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી‘ દ્વારા આયોજિત વક્તવ્ય શૃંખલામાં તારીખ 01 ફેબ્રુઆરી 2025ના દિને ઇલાબહેન ગાંધીએ આપેલ વક્તવ્યનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.
આદરણીય ઇલાબહેન ગાંધીનો પરિચય આપવો એટલે સૂર્ય સામે દીવો ધરવા જેવું. પણ એમ કરવા જતાં દીવાની શોભા વધે એટલે આ સૂચન સ્વીકાર્યું. આ તક આપવા બદલ ગુજરાતી સાહિત્ય અકાદમીનો તહેદિલથી આભાર.
ઇલાબહેનનો જન્મ ડર્બન – દક્ષિણ આફ્રિકામાં. પિતા મણિલાલ અને માતા સુશીલાબહેન ગાંધીજીએ શરૂ કરેલ ફિનિક્સ આશ્રમનું સંચાલન અને ‘ઇન્ડિયન ઓપિનિયન’ સામયિકનું તંત્રીપદ સંભાળતાં. તેમની શીળી છાયામાં ઇલાબહેનનો ઉછેર થયો અને એક સબળ વ્યક્તિત્વનું ઘડતર થયું.
સોશ્યલ સાયન્સમાં પ્રથમ પદવી મેળવ્યા બાદ ઇલાબહેને બાળકો અને મહિલાઓનાં કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થાઓમાં સેવા આપી. આફ્રિકન નેશનલ કાઁગ્રેસની સહભાગીદારી સાથે ક્વાઝુલુ નતાલનાં પ્રતિનિધિ તરીકે દક્ષિણ આફ્રિકાની પાર્લામેન્ટમાં બે દાયકા સુધી ઇલાબહેન કાર્યરત રહ્યાં અને એ રીતે સ્થાનિક પ્રજાનો અવાજ સરકારી તંત્ર સુધી પહોંચાડ્યો.
ગાંધીજીએ આપેલ તાવીજને સતત હૈયા સરસું ચાંપીને ઇલાબહેને દક્ષિણ આફ્રિકાની પ્રજાનું હિત સાધવાના ધ્યેયને કેન્દ્રમાં રાખ્યું. રાજકીય કારકિર્દીની અવધિ પૂરી થતાં તેઓએ ઘરેલુ હિંસા નિવારવા – ખાસ કરીને બાળકો અને મહિલાઓને તેમાંથી ઉગારવા માટે સંગઠનો ઊભાં કર્યાં. એ ઉપરાંત મહાત્મા ગાંધી સોલ્ટ માર્ચ કમિટી અને મહાત્મા ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટની ધૂરા પણ સંભાળી. તેઓ રિલિજીયન્સ ફોર પીસ ઇન્ટરનેશનલનાં સહમંત્રી અને મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સના નિયામક મંડળનાં સભ્ય પણ છે.
ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહરનો દરજ્જો મળે તે માટે ઇલાબહેન અને તેમના સાથી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી, અને પરિણામ સ્વરૂપ ગાંધીજીની 151મી જન્મતિથિ વખતે છેવટે ફિનિક્સ સેટલમેન્ટને એ દરજ્જો પ્રાપ્ત થયો.
પ્રજાના હિતમાં કાર્ય કરનાર ઇલાબહેનને કમ્યુનિટી ક્રાઈસ્ટ ઇન્ટરનેશનલ પીસ એવોર્ડ અને ભારત સરકાર તરફથી પદ્મભૂષણના ઇલ્કાબથી નવાજવામાં આવ્યાં છે. આ બધાથી વિશેષ એમનાં કાર્યના લાભાર્થીઓ અને સાથીદારોના આદર અને સન્માનની તેમને ભેટ મળતી રહે છે એ એમને મન વધુ મૂલ્યવાન છે.
ઇલાબહેનના વક્તવ્યનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. વક્તવ્ય અને તેમણે કરેલી નોંધ પરથી તેમાં કેટલુંક ઉમેરીને અને કેટલુંક બાતલ કરીને આખા વાર્તાલાપને પૂરેપૂરો ન્યાય મળે એ રીતે અનુવાદ કરવા કોશિશ કરી છે.
— આશાબહેન બૂચ
* * * * *
ફિનિક્સ વસાહતનાં મારાં સંભારણાં
– ઇલાબહેન ગાંધી
ફિનિક્સ સેટલમેન્ટમાં વીતેલું મારું જીવન, ગાંધીજીએ કરેલી ફિનિક્સ સેટલમેન્ટની સ્થાપના, તેમ જ મારાં માતા-પિતાનું ત્યાં વીતાવેલું જીવન એ સ્થળની આદર્શ લાક્ષણિકતાઓ સાથે અભિન્નપણે ગૂંથાયેલાં છે. આથી હું ગાંધીજીના જીવન અને તેની મારાં માતા-પિતા પર તથા તેમના દ્વારા મારા પર પડેલી અસર વિશે ટૂંકમાં કહીશ.
લંડનમાં બેરિસ્ટરની ઉપાધિ મેળવ્યા બાદ ગાંધીજી થોડો સમય ભારતમાં રહ્યા. વકીલ તરીકે કામ મળવાથી 1893માં તેઓ દક્ષિણ આફ્રિકા આવ્યા. દક્ષિણ આફ્રિકામાં પગ મૂકતાંની સાથે જ તેમને અશ્વેત લોકો પ્રત્યે ભેદભાવ જોવા મળ્યો અને એનો ખુદને પણ અનુભવ થયો. થોડા દિવસો બાદ પ્રથમ વર્ગની ટ્રેનની ટિકિટ ધરાવતા હોવા છતાં એક શ્વેત મુસાફર તેમની સાથે એક જ કમ્પાર્ટમેન્ટમાં બેસવા નહોતો ઇચ્છતો અને ગાંધીજીએ ત્રીજા વર્ગના ડબ્બામાં જવાનો ઇન્કાર કર્યો માટે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ધક્કો મારીને ફગાવી દેવામાં આવ્યા એ પ્રખ્યાત ઘટના બની. એમની પાસે પ્રથમ વર્ગની ટિકિટ હતી માટે આ એમના સ્વમાનનું છડે ચોક અપમાન હતું. આ ઘટનાથી એમની ગરિમા પર સખત આઘાત થયો. એમને એ મુસાફરી દરમિયાન બીજા કડવા અનુભવો પણ સહન કરવા પડેલા. આ અનુભવોથી પૂર્વગ્રહો વ્યક્તિની પ્રતિષ્ઠાને કેવી હાનિ પહોંચાડે છે તેની ઊંડી છાપ એમના યુવા મન પર પડી. તેઓ આ સ્થિતિ સ્વીકારી ન શક્યા અને આ પ્રકારનો વર્તાવ બદલવા માટે કૃતનિશ્ચયી બન્યા. ગાંધીજી પોતાની ખાસ લાક્ષણિકતા મુજબ શ્વેત વ્યક્તિ સામે ગુસ્સા કે નફરતની લાગણીથી દોરવાયા નહોતા. તેને બદલે ભારતીય જીવન પદ્ધતિને ટીકાત્મક દૃષ્ટિથી જોઈ, અને કયા કારણોસર શ્વેત લોકોના મનમાં આવા પૂર્વગ્રહો પેદા થયા હશે એ વિચારવા લાગ્યા. તેમને ખ્યાલ આવ્યો કે શ્વેત પ્રજા ભારતીય લોકોને અસ્વચ્છ, અણઘડ અને અણછાજતું વર્તન કરનારા માને છે. તેમણે એ પણ નોંધ્યું કે શ્વેત પ્રજા ભારતીય લોકો પર વિશ્વાસ નથી મૂકતી અને તેમને અપ્રમાણિક તથા અસત્યાચરણ કરનારા માને છે. ગાંધીજી યુવાન વયે પશ્ચિમી ઢબના પહેરવેશના આગ્રહી રહ્યા હતા, તેનું કારણ પોતાની કોમનું આવું ટીકાત્મક વલણ પણ હોઈ શકે. પશ્ચિમના લોકોના આફ્રિકન પ્રજા પ્રત્યેના પૂર્વગ્રહો પણ તેમનામાં થોડેઘણે અંશે આત્મસાત થયા. પ્રિટોરિયામાં સ્થાયી થયા બાદ એમનું પહેલું કામ હતું જોહાનિસબર્ગ અને પ્રિટોરિયામાં વસતા ભારતીય કોમના લોકોની સભા બોલાવવાનું. તેમણે આ પૂર્વગ્રહની વાત કરી અને એ હઠાવવા માટે કોમ પોતાની જીવનશૈલીમાં કઈ રીતે ફેરફાર કરી શકે તેની ચર્ચા કરી. આપણને આ વર્તન કદાચ વડીલપણું દર્શાવતું લાગે, પરંતુ આ લાક્ષણિકતા તેમના સમગ્ર જીવન દરમિયાન જોવા મળે છે – આંતર પરીક્ષણ, બીજાની દૃષ્ટિથી જોવું, તાદાત્મ્ય કેળવવું અને બંને પક્ષે પરિવર્તન લાવવા પોતે શું કરી શકે તે વિચારવું.
એ સમયે ગાંધીજી વર્ગ વ્યવસ્થા વિશે ઘણા સભાન હતા. એમના વિચારો પાશ્ચિમાત્ય હતા. બેરિસ્ટર તરીકે બેરિસ્ટર લોકો જે લત્તામાં વસવાટ કરે ત્યાં જ તેમણે રહેવું જોઈએ અને પ્રથમ વર્ગમાં મુસાફરી કરવી જોઈએ એવું માનતા. પરંતુ તેમને તરત અહેસાસ થયો કે એ બધી સામાજિક સીમાઓ પાયા વિનાની હતી, જે ફગાવી દેવાની જરૂર હતી. જેવા એમના વિચારોમાં બદલાવ આવવાનો શરૂ થયો કે તરત તેમણે ત્રીજા વર્ગમાં મુસાફરી કરવાનું પસંદ શરૂ કર્યું, શેરડીના ખેતરોમાં અને ખાણમાં કામ કરતા મજદૂરો સાથે વાતચીત કરવા લાગ્યા અને એમની કઠિન પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય સાધ્યું. આથી એમના દરજ્જા સંબંધી ખ્યાલો તૂટવા લાગ્યા. તદુપરાંત રેડ ક્રોસના સ્વયંસેવક તરીકે સેવા આપતા હતા ત્યારે દક્ષિણ આફ્રિકાની લડત (1899) અને બામ્બાથા બળવા(1906)ના ભોગ બનેલાઓને સહેવી પડેલી હિંસાની ક્રૂર વાસ્તવિકતાના સંપર્કમાં આવ્યા. કેદીઓને એકત્ર રાખતા કેમ્પમાં તેમને આફ્રિકાન્સ અને ખાસ કરીને આફ્રિકાન મહિલાઓને અટકાયતમાં રાખીને તેમના પ્રત્યે જે દુરવ્યવહાર કરવામાં આવતો એની કઠિનાઈઓનો જાત અનુભવ થયો. એ જ રીતે આફ્રિકન પ્રજા, ખાસ કરીને ઝુલુ પ્રજાના સંકટોનો ખ્યાલ આવ્યો. તેમણે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા હતા ત્યારે આફ્રિકાનર મહિલાઓ અને ઝુલુ પ્રજાએ દર્શાવેલી હિંમત વિષે લખેલું, “એ લડાઈ નહોતી, એ એક પ્રકારની માનવીની શિકારી ખોજ હતી”. તેમની તમામ સહાનુભૂતિ ઝુલુ પ્રજા માટે હતી જેની સારવાર સ્ટ્રેચર ઉપાડનારી ટુકડીએ કરેલી. ઝુલુ લોકો સ્વભાવે ગૌરવશાળી, આત્મસમ્માન ધરાવનારા અને આધ્યાત્મિક ભાવના ધરાવનાર લોકો હતા.
દક્ષિણ આફ્રિકામાં આવ્યાના 11 વર્ષ બાદ, 35 વર્ષની 1904માં વયે, આ બધા અનુભવો અને વિવિધ તત્ત્વવેત્તાઓના ગ્રન્થોનાં વાચને ગાંધીજીને નવી વિચારધારા અને જીવન પદ્ધતિ અપનાવવા તરફ દોર્યા. તેમને અહેસાસ થયો કે અસમાનતા, પૂર્વગ્રહો અને શોષણમુક્ત આદર્શ સમાજની રચના કરવા માટે નૂતન વિચારસરણી અને નવી જીવન પ્રથા વિકસાવવાની જરૂર છે જે માનવ માનવ વચ્ચેના ભેદભાવ ઘટાડે. તેને સંક્ષેપમાં આ રીતે વર્ણવી શકાય :
- વિપુલ પ્રમાણમાં સાદગી અપનાવવી
- શહેરી જીવનથી ગ્રામ્ય જીવન તરફ પ્રયાણ કરવું
- વર્ગ કેન્દ્રિતને સ્થાને સમૂહ કેન્દ્રિત જીવન જીવવું
- અહિંસક માર્ગની તાલીમ લેવી
- દમન અને શોષણ વિશે જાગૃતિ લાવીને એ દૂર કરવા સમાજને ગતિશીલ કરવો
- સત્યાગ્રહ અને સર્વોદયી વિચાર પ્રમાણે જીવન જીવવાની કલા પર પ્રભુત્વ કેળવવું
ફિનિક્સ વસાહતની સ્થાપના બાદ, નવ વર્ષે અને 1910માં, જોહાનિસબર્ગમાં ટોલ્સટોય ફાર્મની સ્થાપના બાદ, ત્રણ વર્ષે 1913માં, ગાંધીજીને આ દિશામાં પહેલી સફળતા મળી. તેમણે આ નવી જીવન શૈલીને પોતાને જરૂર પૂરતો ખોરાક ખેતી કરીને મેળવવો, પોતાનાં કપડાં જાતે બનાવીને સીવવાં અને અખબાર પ્રગટ કરવું અને અન્ય રોજિંદી જરૂરિયાત જેવી કે સૂતારી કામ, ચર્મ ઉદ્યોગ અને બીજી યાંત્રિક કુશળતાઓ કેળવીને તેના દ્વારા સ્વાશ્રયી જીવન સાથે જોડી દીધી. ફિનિક્સમાં સહુને એક સરખું મહેનતાણું મળતું. દરેક વ્યક્તિ ઘરકામ, બાગ કામ, ખેતીને લગતાં કામ અને અખબાર પ્રગટ કરવાનાં દરેક કામ કરવાની આવડત કેળવી લેતા હતા. ફરજો સરખે ભાગે વહેંચી લેવામાં આવતી અને લિંગ, વર્ણ કે ધર્મને આધારે કોઈ નિશ્ચિત ભૂમિકા સોંપવામાં નહોતી આવતી. દરેક સંસાધનોની બચત અને જાળવણી કરવા પર ભાર મુકાયો હતો. ત્યાં વીજળી કે પાણીની સુવિધા નહોતી. બધા પરિવારોએ પાણી જાતે શોધીને લાવવાનું રહેતું અને વરસાદનું પાણી મોટી ટાંકીમાં સંગ્રહીને દરેક કામ માટે વાપરવાનું રહેતું. બધા રહેવાસીઓ આ રીતે રહેતા શીખ્યા, મારાં માતા-પિતા આ ઢબે જીવ્યાં અને મારો ઉછેર પણ આ રીતે જ થયો.
આ રીતે વિચાર અને જીવન પદ્ધતિમાં ફેરફાર કરતી વખતે તેમને પહેલો ખ્યાલ એ આવ્યો કે પરિવર્તન પોતાનાથી શરૂ થાય. એ આપણી અંદર આકાર લે છે, જે આપણા વર્તનને અને જીવનની રીતભાતને અસર કરે છે. તેમણે પોતાના પરિવાર અને મિત્રોના પરિવારને આ નવી રીત અપનાવવા કબૂલ કર્યા. ડર્બનનું સુંદર સુવિધાઓવાળું ઘર છોડીને ડર્બનથી લગભગ 16 માઈલ દૂર કોઈ પણ પ્રકારની સગવડ વિનાના ઇનાન્ડા જિલ્લામાં સાદા ગામઠી ઢબના ઘરમાં રહેવા ગયા. તેમણે 80 એકર જમીન ખરીદી અને મિસ્ટર કેલનબાકે 20 એકર જમીન દાનમાં આપી, એમ કુલ 100 એકરના વિસ્તારમાં પોતાનાં થોડાં મિત્રો, કે જેઓ પોતાની જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા સહમત થઈને નવો પ્રયોગ કરવા રાજી થયા તેવાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું. દરેકે પોતાનું નાનું ઘર બાંધ્યું, તેમને જમીનનો નાનો ટુકડો આપવામાં આવ્યો, જેમાં તેઓ શાકભાજી ઉગાડતા. ગમે તે કામ કરતા હોય, પણ દરેકને એક સરખું વળતર મળતું.
નોંધવા લાયક વાત એ છે કે ફિનિક્સ વસાહતનો એ વિસ્તાર શેમ્બે અને ડૂબે સેટલમેન્ટની પાસે જ હતો. મિસ્ટર શેમ્બેએ એક ધાર્મિક પંથની શરૂઆત કરેલી જેમાં પારંપરિક આફ્રિકન ધર્મ અને નાઝરથ માન્યતાઓને ગ્રહણ કરવામાં આવ્યા હતા. એ દક્ષિણ આફ્રિકાના મોટામાં મોટા પારંપરિક આફ્રિકન ચર્ચમાંનું એક છે. ઉચ્ચ આધ્યાત્મિકતા ધરાવતું અને શિસ્તનું પાલન કરનારું. મિસ્ટર ડૂબે યુ.એસ.એ.માં તાલીમ પામેલા હતા અને તેઓએ બૂકર ટી. વોશિંગટનના બોધને આત્મસાત કર્યા હતા. મિસ્ટર શેમ્બે અને મિસ્ટર ડૂબે બંને અન્ય ધર્મોનો આદર કરતા હતા અને સામાજિક ન્યાય, સંઘર્ષનો શાંતિમય ઉકેલ, સ્વાશ્રય અને વૈશ્વિક મૂલ્યોમાં માન્યતા ધરાવતા હતા. એ બંનેના અનુયાયીઓની સંખ્યા મોટી હતી અને એ અનુયાયીઓ માટે આત્મસન્માન જાળવવા અને ચારિત્ર્યનું ઘડતર કરવા કેટલાક કાર્યક્રમોનું આયોજન કરતા. મિસ્ટર શેમ્બેનો સમુદાય તેમની ધાર્મિક પરંપરા પ્રમાણે જીવતો હતો. મિસ્ટર ડૂબે એક શિક્ષક હોવા ઉપરાંત તેમણે એક શાળા શરૂ કરી હતી જેમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રૌદ્યોગિક વિજ્ઞાનમાં કુશળતા કેળવવા તાલીમ અપાતી હતી. ગાંધીજીની નઈ તાલીમના અભ્યાસક્રમ પર મિસ્ટર ડુબેની શાળાનો પ્રભાવ પડ્યો હોય એ સંભવ છે. ગાંધીજી, શેમ્બે અને ડૂબે એ ત્રણેય પાડોશીઓ વચ્ચે વાતચીત થતી હશે, જો કે એની નોંધ ક્યાં ય ઉપલબ્ધ નથી, પરંતુ કેટલાંક લખાણો પરથી એમ સાબિત થાય છે કે તેઓ એકબીજાની મુલાકાત લેતા અને મિસ્ટર ડૂબે ગાંધીજીની કાયદાની કચેરીમાં જતા એવું જોવામાં આવેલું. એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એ લોકોએ એકબીજાના વિચારો અને માન્યતાઓનું આદાન પ્રદાન કર્યું હોય અને પરસ્પરને પ્રભાવિત કર્યા હોય તેમ બને. ફિનિક્સમાં ઉછરેલા હોવાને કારણે અમે મિસ્ટર ડૂબે અને બીજા શિક્ષકોના સંતાનો સાથે મોટા થયાં. પરિણામે જાતિ, વર્ગ, વર્ણ કે લિંગના આધારે વર્ગીકરણ કરવાને બદલે અમે વ્યક્તિને એક વ્યક્તિ તરીકે જોતાં શીખ્યાં. આ મહત્ત્વની બાબત છે કેમ કે ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાની નીતિ બદલાઈ, જાતિઓને અલગ કરવામાં આવી અને તેમને જુદા જુદા સમૂહોમાં રહેવાની ફરજ પાડવામાં આવી. શિક્ષણ પણ અલગ અલગ શાળામાં આપવાના કાયદા ઘડાયા. આથી કરીને બાળકોને નાનપણમાં પૂર્વગ્રહોને નાબૂદ કરવામાં મદદ કરે એવા અનુભવો ન મળતા. આ ત્રણે મહાનુભાવોની સ્મૃતિને કાયમ રાખવા અમે ‘સીડ્સ ઓફ ડેમોક્રસી’ નામનું એક મ્યુઝિયમ ઊભું કર્યું છે જે લોકશાહીને લોકો વચ્ચે વાર્તાલાપ યોજતી વ્યવસ્થા તરીકે વ્યાખ્યાયિત કરે છે. તેમાં ગાંધી, શેમ્બે અને ડુબેના જીવન અને કાર્યને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ડૂબે 1912માં આફ્રિકન નેશનલ કાઁગ્રેસના સ્થાપક અને પ્રથમ પ્રમુખ બન્યા.
ગાંધીજીને બીજું સત્ય એ લાધ્યું કે જીવનમાં આધ્યાત્મિકતાનું મહત્ત્વ છે. તેમનામાં ક્ષમા આપવાની શક્તિ, સમાધાન વૃત્તિ, સત્યને વળગી રહેવાની મક્કમતા, પ્રામાણિકતા, તથા ક્રોધ, ઈર્ષ્યા, કામેચ્છા, લોભ, ઘમંડ અને હિંસા જેવી લાગણીઓ પર આત્મસંયમ કેળવવાની શક્તિમાં આધ્યાત્મિકતા કેન્દ્ર સ્થાને હતી. આ બધું જ આપણા રોજિંદા જીવનમાં વ્યક્ત થતું હોય છે અને તેને આધ્યાત્મિક શક્તિ દ્વારા જ અંકુશમાં રાખી શકાય. ફિનિક્સ વસાહતની રોજિંદી સર્વધર્મ પ્રાર્થના એ તેની લાક્ષિણકતા હતી. એક આશ્રમવાસીએ લખેલું, “ફિનિક્સ ખાતે રોજની પ્રાર્થના અને રવિવારની સર્વિસ વખતે ભાઈઓ, બહેનો અને બાળકો એક સામૂહિક આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જોડાતાં હતાં. હિન્દુ, મુસ્લિમ, પારસી અને ક્રિશ્ચિયન, બધા પોતપોતાની ભાષામાં ભજન ગાય અને ધર્મગ્રંથોમાંથી વાંચન કરે. મારા મનથી આ વિશ્વવ્યાપક ચર્ચ સર્વિસનું એક અનોખું ઉદાહરણ હતું, જ્યાં કોઈ એક ધર્મને ઉચ્ચ સ્થાને મુકવામાં નહોતો આવતો અને જ્યાં સત્ય અને પ્રેમને ઈશ્વરના સનાતન ગુણધર્મ તરીકે સ્વીકારવામાં આવતા હતા.”
અધ્યાત્મની ભાવનાનું મહત્ત્વ હતું, પરંતુ તેને ધર્માંધ ક્રિયાકાંડી માન્યતાઓ સાથે ભેળસેળ કરી દેવામાં નહોતી આવી. ગાંધીજીને મન કર્મ અને વિશ્વવ્યાપક મૂલ્યો સાથે અધ્યાત્મ જોડાયેલું હતું; બાપુજીએ નીચેનાં મૂલ્યોનો પોતાના જીવનમાં અમલ કર્યો હતો :
- કરુણા અને તાદાત્મ્ય
- સત્ય અને પ્રામાણિકતા
- સાદગી
- સઘળા અંતરાયોને દૂર કરનાર માટે આદર
- પ્રકૃતિનું મૂલ્ય સમજવું
- પર્યાવરણની રક્ષા કરવી.
ગાંધીજીને ત્રીજી હકીકત સમજાઈ તે હતી, નમ્રતા કેળવવી અને અન્ય પાસેથી શીખવા તત્પર રહેવું. તેથી જ તેઓ પોતાને આજીવન વિદ્યાર્થી ગણાવતા રહ્યા. તેઓ સમાજને ગતિશીલ બનાવવા રાષ્ટ્રભાવનાનું મહત્ત્વ સમજ્યા અને ગુલામીમાંથી મુક્તિ મેળવવાની ચળવળને પ્રતિબદ્ધતા સાથે પાર પાડવા માટે દેશદાઝ કેળવવાની જરૂરિયાતનો પણ ખ્યાલ આવ્યો, પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીયવાદની મહત્તા પણ જાણતા હતા અને તમામ લોકો આંતરરાષ્ટ્રીય સ્તર પર માનવતાના પાયા પર એકબીજાને સ્વીકારે એ માટે તેને પ્રોત્સાહન પણ આપતા હતા. તેમણે બધા માનવો અને પ્રકૃતિ પ્રત્યે બિનશરતી પ્રેમની વિભાવના વિકસાવવાનો પ્રયત્ન કર્યો. દક્ષિણ આફ્રિકામાં જે લોકોએ એમ ધારેલું કે ત્યાંની જે સ્થિતિ છે તેને બદલવા આપણે કશું ન કરી શકીએ, પરંતુ સ્વાભિમાન કેળવાતાં એ લોકોની માન્યતા બદલાઈ અને રાષ્ટ્ર ભાવના ઉજાગર થવાને કારણે તેઓમાં એકતા આવી, સાથે મળીને કામ કરવાની શક્તિ કેળવાઈ. એ જ રીતે ભારતમાં દેશદાઝની ભાવનાના પ્રસારથી પોતાની માતૃભૂમિને સ્વતંત્ર કરવા માટે અંત સુધી લડવા સમગ્ર પ્રજાને તૈયાર કરી. તે સમયે ભારતીય પ્રજા દક્ષિણ આફ્રિકાને પોતાની માતૃભૂમિ તરીકે નહોતી સ્વીકારતી, પણ પછી એ સ્થિતિ બદલાઈ.
એક બીજી વાત નોંધનીય છે. ફિનિક્સમાં પર્યાવરણ અને માનવી વચ્ચેના સંબંધોની ખાસ ગણના કરવામાં આવતી હતી. ગાંધીજીએ લખેલું, “અહીં મોટી સંખ્યામાં લોકો આવીને સ્થાયી થયા હતા, છતાં કોઈ જગ્યાએ કચરો કે ગંદકી જોવામાં નથી આવતી. તમામ કચરો ખાડામાં દાટી દેવામાં આવે છે જેની પાછળ ખાસ હેતુ છે. રસ્તા પર પાણી ફેંકવાની છૂટ નથી. નકામું પાણી એકઠું કરીને વૃક્ષોને આપવામાં આવતું હતું. એઠવાડ અને શાકભાજીનાં છોતરાં ખાતર માટે વાપરવામાં આવતાં હતાં. દરેક ઘરની બાજુમાં દોઢ ફૂટનો ખાડો રહેતો, જેમાં મળ-મૂત્ર એકઠાં થાય, જેને માટીથી ઢાંકી દેવામાં આવે છે, જેથી જરા પણ દુર્ગંધ નથી ફેલાતી. ત્યાં માખી બિલકુલ નથી હોતી અને કોઈને ખ્યાલ પણ નથી આવતો કે રાત્રીનું મેલું ત્યાં દાટવામાં આવ્યું છે. જો મેલું સરખી રીતે વાપરવામાં આવે તો લાખો રૂપિયાની કિંમતનું ખાતર બનાવી શકાય અને ઘણા રોગ સામે પ્રતિકારક શક્તિ કેળવી શકાય.” ગાંધીજી કેવા આર્ષદૃષ્ટા હતા! 115 વર્ષ પહેલાં ઈ.સ. 1910માં તેમણે પર્યાવરણની સુરક્ષા માટે પ્રયોગો કર્યા અને આજે આખી દુનિયા આબોહવામાં આવતા વિનાશકારી બદલાવ અને પર્યાવરણમાં થતી હાનિની સમસ્યામાં ઘેરાયું છે.
ગાંધીજીની એક બીજી વિશેષતા હતી તેમની ત્યાગભાવના. તેઓ ચિંતન અને મનન કરતા અને તેના પરિપાક રૂપે કહેતા, “તમારો માત્ર કર્મ પર અધિકાર છે; તેના પરિણામ પર નહીં. આથી ફળની અપેક્ષા રાખ્યા વિના અને અકર્મણ્યતાને વશ થયા વિના કર્મ કરો.” ભગવદ્દ ગીતામાં પ્રબોધેલ પરિત્યાગની વિભાવના સાથે આ વિચાર જોડાયેલો છે.
દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન ગાંધીજીને સમાજના બધા વર્ગો, જ્ઞાતિ અને જાતિનાં સ્ત્રીઓ તેમ જ પુરુષો દ્વારા લેવાતાં સામુહિક પગલાંઓનું મહત્ત્વ આંકતા પણ શીખવા મળ્યું. દક્ષિણ આફ્રિકામાં એમનો છેલ્લો સત્યાગ્રહ 1913માં થયો હતો, જેમાં 3,000 ભારતીય લોકો જોડાયેલા હતા. તેના પરિણામે 1914ના પ્રારંભે ગાંધીજી અને જનરલ સ્મટ્સ વચ્ચે સમજૂતીના કરાર થયા હતા. ગાંધીજીએ સત્યાગ્રહની ચળવળ બંધ રાખવા કબૂલ્યું. જો કે ભારતીય પ્રજાની અવરજવર પર અંકુશ કાયમ રહ્યો, પણ ત્રણ પાઉન્ડનો કર નાબૂદ થયો અને ભારતીય રિવાજ મુજબ થયેલાં લગ્નોને માન્યતા મળી. અલબત્ત, ભારતીય લોકોને બીજા ઘણા દાયકાઓ સુધી જાતીયતા આધારિત દમનકારી કાયદાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ ગાંધી-સ્મટ્સ વચ્ચેની સમજૂતી એક મહત્ત્વનો વિજય હતો.
દક્ષિણ આફ્રિકામાં બે દાયકાના વસવાટ દરમિયાન ગાંધીજીએ સત્યાગ્રહની કલા પર પ્રભુત્વ મેળવ્યું હતું. તેઓ કહેતા કે તમે સત્યાગ્રહ કરતા રહો, છેવટ તમને સફળતા મળશે.
બાપુજીના જીવનમાંથી મને કેટલાક મહત્ત્વના પાઠ શીખવા મળ્યા. એ સમયે સિગ્મન્ડ ફ્રોઈડ જાતીય સંબંધોને મુક્તપણે માણવાની તરફદારી કરતા હતા, ત્યારે બાપુજીએ કામુકતા પર અંકુશ મૂકવાની વાતનું સમર્થન કર્યું. જ્યારે માર્ક્સ મૂડીવાદી માલિકો સામે મજૂરશક્તિને ઊભી કરતા હતા, ત્યારે બાપુજી શેઠ અને નોકરોને બંને પક્ષ કઈ રીતે પરસ્પર આધારિત છે એ ધ્યાનમાં લઈને એકબીજાના હિતને ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કામ કરવા સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. જ્યારે પશ્ચિમી વિચારધારાના વર્ચસ્વને લીધે સામાજિક જીવનમાંથી ઈશ્વર અને આત્માની ગણનાની તદ્દન બાદબાકી થઈ ગઈ, ત્યારે બાપુજી જીવનના દરેક કાર્યમાં ઈશ્વર, આત્મા અને વિશ્વવ્યાપી મૂલ્યો જ કેન્દ્ર સ્થાને રહેવાં જોઈએ તેનું સમર્થન કરતા હતા.
માર્ટિન લ્યુથર કિંગે કહેલું, “મને પહેલાં કરતાં વધુ પાકી પ્રતીતિ થઈ છે કે શોષિત પ્રજાને ન્યાય મેળવવા અને પોતાની માનવીય ગરિમા જાળવવા અહિંસક પ્રતિકારની પદ્ધતિ જ સહુથી વધુ શક્તિશાળી અને સમર્થ સાધન છે.”
ખરું જોતાં, વિશ્વના નૈતિક માળખામાં જે સિદ્ધાંતો આપણને પ્રકૃતિદત્ત વારસામાં મળ્યા છે તેને જ મહાત્મા ગાંધીએ મૂર્ત સ્વરૂપ આપ્યું છે; અને આ સિદ્ધાંતો ગુરુત્વાકર્ષણના નિયમો જેવા જ અફર છે. આ પેઢી માટે મહાત્મા ગાંધી ઈશ્વર દત્ત પ્રેરણા હોઈ શકે, પણ જે પેઢી તેમની વિરુદ્ધ ખેંચાઈ રહી છે તેનો વિનાશ નક્કી છે. અને આ સનાતન સત્ય એક ચેતવણીના રૂપમાં છે : “જેઓ તલવારના જોરે જીવે છે તેઓ તલવારના બળથી નાશ પામશે.” આપણે આજે એ જોવું જોઈએ કે તેઓએ જે શીખ આપી, અને જે પદ્ધતિ જીવન ભર અપનાવી એ દર્શાવે છે કે હિંસાનો વિકલ્પ છે અને જો આપણે તેને અનુસરવામાં નિષ્ફળ જઈશું તો આપણા વ્યક્તિગત તેમ જ સામૂહિક જીવનનો અંત આવશે.
ગાંધીજીએ અહિંસક ચળવળ માટે છ પ્રાથમિક આવશ્યકતાની રૂપરેખા દોરી હતી :
- પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ, અહિંસક સામનો કરવામાં હિંસક પ્રતિકાર કરતાં અનેક ગણી હિંમતની જરૂર પડે.
- અહિંસક વ્યક્તિ અપકૃત્ય કરનારના કૃત્ય પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, ક્યારે ય તેના કર્તા પર નહીં.
- અહિંસક વ્યક્તિ પોતાના પ્રતિપક્ષીને કોઈ પણ પ્રકારની ઈજા નથી પહોંચાડતી હોતી.
- અહિંસક પદ્ધતિનો અમલ કરનાર પોતે પીડા સહન કરવાનું સ્વીકારે છે, પણ એ સામા પક્ષની વ્યક્તિને પીડા થાય તેવું કૃત્ય કદી નથી આચરતો.
- અહિંસક ચળવળ કરનારા પોતે પીડા સહન કરીને અને બીજાને ધીરજથી સમજાવીને તેના વિચારોમાં બદલાવ લાવવાની રીત પર આધાર રાખે છે. તેમાં કોઈની હાર કે જીતનો મુદ્દો નથી ઉઠતો.
- અહિંસાનો આધાર સર્વ પ્રત્યે પ્રેમ કરીને તે દ્વારા લોકોમાં પરિવર્તન લાવવાની શક્તિ પર છે.
મારાં માતા-પિતાને ફિનિક્સમાં આ પાઠ શીખવા મળ્યાં અને તેમની પાસેથી અમને પણ એ જ શિક્ષા મળી. ફિનિક્સની જીવન પદ્ધતિ, કાર્ય પ્રત્યે નૈતિક પ્રતિબદ્ધતા અને અમારાં માતા-પિતા પાસેથી આ મૂલ્યો અને સિદ્ધાંતો બાળપણમાં જ અમારા મનમાં દૃઢપણે રોપાઈ ગયા હતા. મારામાં દેશદાઝની ભાવનાનો ઉદય થયો અને અમારી મુક્તિ માટે કામ કરવા ઈચ્છા ધરાવતી થઈ. મેં મહિલાઓની પરાધીનતા અને દમન અવિરતપણે ચાલુ રહેતા જોયાં, તેથી તેમના સામાજિક, રાજકીય અને આર્થિક દરજ્જામાં પરિવર્તન લાવવા કાર્યરત બની.
ફિનિક્સ સેટલમેન્ટમાં એક બુક ક્લબ ચાલે છે જ્યાં બાળકોને વાર્તાઓ વાંચી સંભળાવવામાં આવે છે, અને રમતો રમે છે, કમ્પ્યુટર સેન્ટરમાં તેના શૈક્ષણિક ઉપયોગની તાલીમ અપાય છે. ટોર્નેડો અને હિંસાનો ભોગ બનેલા લોકો માટે સલાહ કેન્દ્ર પણ છે. તે ઉપરાંત ગાંધી – માંડેલાના જીવન કાર્યનું પ્રદર્શન, મહિલાઓના કાર્યનું પ્રદર્શન અને ખાદીનાં આર્થિક મૂલ્યને સમજાવતા મુદ્દાઓનું પ્રદર્શન પણ છે.
ફિનિક્સ સેટલમેન્ટ આ સંદેશને ટેકો આપે છે અને તેથી આજે હું સહુથી વધુ નિર્ધન લોકો સુધી પહોંચીને તેમને વિવિધ વ્યવસાયિક કામગીરીમાં તાલીમ આપવાની સુવિધા પૂરી પાડીને અને આ કઠિન પરિસ્થિતિમાંથી ઊંચા ઉઠવા માટે મદદ કરીને તેમને સશક્ત બનાવવાનો પ્રયાસ કરું છું. સરકારની રંગભેદની નીતિને કારણે ફિનિક્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, પણ એ પેલી કથામાં આવતા પક્ષીની માફક તેની ભસ્મમાંથી પણ બેઠું થાય છે. હવે એ માત્ર ત્રણ એકરની જમીન પર ઊભું છે, જ્યાં વારસામાં મળેલી ઇમારતો ઊભી છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાય છે. હાલનો અમારો ઉદ્દેશ છે, ગાંધીના વિચારોને ફેલાવવા માટે સરખી વિચારધારા ધરાવનારા લોકો સાથે સહકાર યોજીને કામ કરવા માટે એક મજબૂત જાળ રચવી.
e.mail : 71abuch@gmail.com
* * * * *
My life at Phoenix Settlement
– Elabahen Gandhi
My life at Phoenix Settlement was intertwined with Gandhiji’s establishment of the Settlement, my parents life there, and growing up within that ethos. I will therefore dwell briefly on Gandhiji’s life and the effect it had on my parents and through them on me.
Gandhiji arrived in SA in 1893, a newly qualified barrister from London, having lived in India for a few years after his return he obtained an assignment in SA. From the time he landed in SA he saw discrimination against non-white people and had a few experiences of his own. A few days later the famous Pietermaritzburg incident where he was thrown off a train for refusing to move out of a 1st class compartment because a white person refused to share the compartment with him, an Indian. This was an affront on his human rights and natural justice for he possessed a 1st class ticket. This incident was a severe blow on his dignity. On that very trip there were several experiences that he suffered. All of these experiences impressed on his young mind the demeaning effect of prejudices. He could not accept this and was determined to do something to change this behaviour. In his typical style, he was not driven by anger or resentment of the white person. Instead he began to look at why these prejudices were present and critically looked at Indian way of living and from the perspective of the white mindset what could be the causes of these prejudices. He realised that the white people regarded Indians as being unclean, uncouth and not dignified in their behaviour. He also saw that the white people did not trust Indians and regarded them as dishonest and untruthful. These self criticisms were perhaps a reason for him to cling to Western attire and western life style in his early days. He also imbibed some western prejudices against African people as well. His first action after settling down in Pretoria was to call up a meeting of the Indian community in Johannesburg/Pretoria. He spoke about these prejudices and how they can make changes to their own life styles to minimise these prejudices. We may think this was condescending behaviour but it is a trait that we see throughout his life- introspection, looking at the other person’s point of view -empathy- and trying to look at how can he help to bring about changes on both sides.
At this time he was also very class conscious. His thoughts were westernised. As a barrister he must live in areas where barristers live and travel only 1st class etc. But he soon realised that these were unfounded social barriers which need to be discarded. As his thinking changed he began by choosing to travel 3rd class, choosing to interact with the workers on the sugar fields and in the mines, and identifying with their plight. This broke down his status consciousness. He moreover came into contact with the cruel realities of violence while serving as a volunteer red cross corpse in the SA war (1899) and the Bambatha uprising(1906). He saw first hand the plight of the Afrikaaners, generally and in particular Afrikaaner women who were subjected to confinement and illtreatment in concentration camps; and the plight of the African people particularly the Zulu and he wrote about both the bravery of the Afrikaaner women when facing these difficulties, and the Zulus about whom he wrote that “this was not war, it was a man-hunt” . His sympathies were entirely with the Zulus whom his band of stretcher bearers nursed and got to know as intrinsically dignified, proud, spiritual people.
All these experiences and his extensive reading of various philosophers and scriptures, drove him, in 1904 11 years after his arrival in SA, and at the age of 35 to embark on a journey towards a new way of thinking and living. Gandhiji realised that in order to create an ideal society free of inequality, prejudices and exploitation, there was a need to begin the development of new thought and new way of living which reduces the divisions between human beings. Very briefly spelt out as:
Slide 2
- Affluence to simplicity
- Urban life to rural life
- Class consciousness to communal consciousness
- Learning about nonviolent action
- Conscientisation and Mobilisation of the community
- Mastering the art of Satyagraha and Sarvodaya.
- Achieving the first success in 1913 9 years after the Phoenix Ashram and 3 years after the Tolstoy Farm in Johannesburg set up in 1910 and closed in the same year as he moved back to Phoenix.
Broadly he describes the new lifestyle as incorporating self reliance, through cultivation of own food, skills to sew and make own garments and create other basic things required for daily living e.g. carpentry, leather work, and other basic mechanical skills.
At Phoenix they all received the same stipend. Everyone learned all the skills in terms of household chores, gardening and newspaper production. Responsibilities were shared and there was no distinct role in terms of gender, colour religion etc. There was an emphasis on preservation and conservation under simple conditions. No electricity, no sewer system, no water reticulation. Families had to find water and to learn to collect rain water in tanks and create ways to use the water for the various purposes. All the residents learned this and my parents lived in this style and we were brought up in this way.
His first revelation was – Change starts with us. and it works within us and that influences our behaviour and life style. He convinced his family and some of his friends to accept this new mode of life style. He moved from his beautiful home in the centre of Durban with all the amenities to a simple rustic house in the district of Inanda, an un-serviced area, about 16 miles out of Durban . He bought an eighty acre piece of land and 20 acres were bought and donated to Gandhiji by Mr Kallenbach making the extent of property to 100 acres. Here he invited his friends who agreed to change their life styles and begin this new experiment. They built individual houses and were given a small piece of land to cultivate their own vegetables. Each one received the same remuneration no matter what work they did.
Significantly the land is situated adjoining the Shembe Settlement and the Dube Settlement. Mr Shembe had started a religious sect which imbibed the best in traditional African religion and the Nazareth beliefs. It is one of the biggest African traditional churches in SA. Highly spiritual and disciplined. Mr Dube was trained in the USA influenced by the Baptist tradition and imbibed some of the teachings of Booker T. Washington. Both Mr Dube and Mr Shembe respected other faiths, believed in social justice, believed in peaceful means of struggle, self reliance and universal values, They ran programmes to develop self respect and character of their followers and they both had a formidable following. Mr Shembe had a spiritual community that lived according to their faith tradition and Mr Dube while a lay preacher, started a school where the children were taught skills in various useful technologies. Gandhiji’s Nai Talim New Curriculum could have been influenced by Mr Dube’s school. These three, Gandhi, Shembe and Dube, as neibhbours could have had conversations -records are not available but from various writings it is evident that they visited each other and that Mr Dube was seen in Gandhiji’s legal offices. Living in the same neighbourhood they could have shared ideas and beliefs and had an influence on each other.
Certainly growing up at Phoenix we had friends from the Dube family and educators living on their property. We grew up with their children. This ensured that we saw people as people and did not mentally categorise people as belonging to a particular race, class colour gender status etc. This is important as South Africa’s policies changed and the races were separated and forced to live in separate group areas. Education was separate by law. So people did not have these early childhood experiences which help to breakdown prejudices.
We have a museum where we showcase an exhibition on the lives of Gandhi Shembe and Dube,
We have named this exhibition the Seeds of Democracy- defining democracy as conversations among people. Dube went on to be the founder and first President of the African National Congress in 1912.
Second revelation was the importance of spirituality and this was central to his ability to forgive, reconcile, adhere to truth, honesty, self control over emotions such as anger, envy, lust, greed, arrogance and violence. These are behaviours manifested in daily life, and these can be controlled by developing spiritual strength. Daily Inter faith prayers were a common feature of life at Phoenix , one resident wrote,
” At the daily prayers and the Sunday services at Phoenix, there was a joining together of men, women and children in a united spiritual exercise. Hindus, Muslims, Parsees and Christians sang hymns and read the various scriptures in different languages. This, to my mind, was a unique example of a universal church service, where no particular religion was placed in a superior position and where Truth and Love were acknowledged to be the universal attributes of God.”
Spirituality was important but not to be confused with fanatical ritualistic beliefs. For Gandhiji spirituality was linked to karma/deeds and universal values:
Slide 3
- Compassion and empathy
- Truth and honesty
- Simplicity
- Respect for all breaking down barriers
- Value of nature
- Care of the environment
The third was humility and willingness to learn from others, To this end Gandhiji proclaimed himself as a lifelong learner.
He also learnt the need to develop nationalism for purposes of mobilisation and patriotism to arouse a commitment to the struggle for liberation from bondage but he also knew and promoted internationalism to create a humane accepting and loving international spirit among all people. He tried to develop a spirit of agape- an unconditional love for all people and nature. People who had accepted that the situation in SA is what it is and we cannot do anything about it changed through the development of self respect, nationalism brought them together to work for change together and in India patriotism made them willing to struggle to the end to free their motherland. In South Africa at that time he did not see Indian people accepting Africa as their motherland but this changed later.
The relationship between humans and the environment was a key consideration at Phoenix.
Gandhiji wrote,
“In spite of the large number of settlers, one could not find refuse or dirt anywhere on the Farm. All rubbish was buried in trenches sunk for the purpose. No water was permitted to be thrown on the roads. All waste water was collected in buckets and used to water the trees. Leavings of food and vegetable refuse were utilized as manure. A square pit one foot and a half deep was sunk near the house to receive the night soil, which was fully covered with the excavated earth and which therefore did not give out any smell. There were no flies, and no one would imagine that night soil had been buried there. ….If night soil was properly utilized , we would get manure worth lakhs of rupees and also secure immunity from a number of diseases. ” What prophetic thinking. He experimented with conservation in 1910 Today 115 years later our world is reeling with the devastating effects of climate change and environmental degradation.
He reflected.
“You have power only to act; you do not have the power to influence the result. Act therefore without prospect of the result and without succumbing to inaction.”This incorporates the idea of renunciation propagated in the Gita.
He learned the value of mass action, of inclusion of all sectors of society- class, caste, gender, race, etc. His final satyagraha in SA was in 1913 and involved over 3000 Indian people
- This led to an agreement between Smuts and Gandhiji in early 1914. Gandhiji agreed to stop the Satyagraha campaign. Although the restrictions on Indian movement remained, the £3 tax was abolished and Indian marriages recognised. Although Indians were still to suffer decades of oppressive and racist laws, the Gandhi Smuts agreement was an important victory.
Gandhiji had perfected Satyagraha
- Some important lessons for me were:
- While during this time Freud was liberating sex, Bapuji advocated sexual restraint/control over the sences and passion.
- While Marx was raising the power of the workers against capitalist employers, Bapuji was trying to reconcile workers and employers to consider their mutual dependence and understand their common good Trusteeship.
- When the dominant European thought had dropped God and Soul out of social reckoning, Bapuji was advocating the centrality of God the Soul and universal values in life and in all transactions
Finally Martin Luther King Said,
” I AM MORE CONVINCED than ever before that the method of nonviolent resistance is the most potent weapon available to oppressed people in their struggle for justice and human dignity.
In a real sense, Mahatma Gandhi embodied in his life certain universal principles that are inherent in the moral structure of the universe, and these principles are as inescapable as the law of gravitation… Mahatma Gandhi may well be God’s appeal to this generation, a generation drifting again to its doom. And this eternal appeal is in the form of a warning: they that live by the sword shall perish by the sword. We must come to see in the world today that what he taught, and his method throughout, reveals to us that there is an alternative to violence, and that if we fail to follow this we will perish in our individual and in our collective lives.”
He outlined six requirements for nonviolent action
- Contrary to popular belief nonviolence requires, by far, more courage than violent action.
- Nonviolence is aimed at the deed and never at the doer or the person committing the offense.
- Nonviolence can never inflict any kind of injury on the opponent.
- Nonviolence is based on the idea that suffering must be accepted by the practitioner and never must there be a cause to inflict suffering on the opponent.
- Nonviolent action is based on transforming the opponent through persuasion and self suffering not through attacking and defeating. It is never about the vanquished and the victors.
- Nonviolence is based on the principle of agape or the all embracing love through which people can change.
These are lessons my father learned at Phoenix and we learned them from our parents. Life at Phoenix Settlement entrenched these values and principles in us from early childhood days both through our Phoenix lifestyle, our work ethic and learning from our parents. I became patriotic and wanted to work for our liberation, I also saw the continued subjugation and oppression of women and worked for changes in the status of women socially politically and economically.
Phoenix Settlement promotes these messages to the public and So today I engage in activities that help to both reach out to the poorest and to empower them through providing skills training and instilling values while helping them rise above their plight. We also promote women empowerment and youth development programmes. Phoenix has undergone many difficulties over the years with the apartheid government but it rose like the proverbial bird from its ashes. It now has a mere 3 acres of land on which the heritage structures stand and on which various programmes are organised. Our theme for now is “We will workshop on how to collaborate and network better with like-minded Gandhians to spread the spirit of Gandhiji“
Pictures:
- Sarvodaya-Gandhi home
- Entrance and the new press building
- Garden
- Kastur bhavan built in 1946 designed and helpe with building of this house
- Pathway to the museum built in 1970 and museum
- Bust of Gandhiji donated by Government of India and unveiled by Vice President of India