સાંદિપની ઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત, તેને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત. તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે, પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ સુદામા પાસે આવે. એટલે કે જ્યાં એક વડો વિદ્યાર્થી શિક્ષકના સહાયક તરીકે કામ કરતો હોય, જ્યાં છોકરાઓ પાટી પર લખતાં શીખતા હોય, અને પોતે લખેલું વડા વિદ્યાર્થીને બતાવતા હોય એવી …