પરિચયનોંધ
– વિપુલ કલ્યાણી
વિશાલ ભાદાણી
વિશાલ ભાદાણી એક વાર્તાકાર છે, લોકભારતી વિશ્વવિદ્યાલયના પ્રો-વાઇસ ચાન્સેલર છે. અંગ્રેજી વિષયના અધ્યાપક છે. વક્તા છે. અચ્છા અનુવાદક પણ છે. ધ્રુવ ભટ્ટની ‘અકૂપાર’ નવલકથા એમણે અંગ્રેજીમાં ‘ધ બ્લ્યૂ માર્બલ’ નામે અનુવાદિત કરી આપી છે. શિક્ષણ ઉપર તેમણે પુસ્તકો આપ્યાં છે. ‘ચપટીક અજવાળું’, ‘સ્કૂલ અને ટ્યૂશન સિવાયની કેળવણી’ તેમ જ ‘વધામણાં, સરીખાં પુસ્તકોનો આમાં સમાવેશ થાય છે. ‘ફિક્શનાલય’ નામનો 2018માં પ્રકાશિત વાર્તાસંગ્રહ આ વાર્તાકારે લોકભારતી સંસ્થાને અપર્ણ કર્યો છે. કહે છે, ‘લોકભારતી તારું તને …’
ભાવનગરસ્થિત આપણા અધ્યાપિકા ને લેખિકા રિદ્ધિ પાઠકના મત મુજબ, લોકભારતી નામક ‘આ સંસ્થામાં તેમણે અધ્યયન અને અધ્યાપન બન્ને ક્ષેત્રે કાર્ય કર્યાં છે − કરે છે. કોઈ વાર્તાકાર વાર્તાઓની સંખ્યાથી નહીં, પરંતુ વાર્તાવારિધીરૂપી વિશ્વમાં એક વાર્તાકારે ઉમેરેલાં વાર્તા વૈશિષ્ટ્યથી વાર્તાકારનું વાર્તાકારત્વ પ્રગટ થતું હોય છે. એક વાર્તાકાર કેટલી વાર્તાઓ આપે છે એ મહત્ત્વનું નથી પરંતુ કેવી વાર્તાઓ આપે છે એ મહત્ત્વનું છે. વિશાલ ભાદાણી એ રીતે આજના સમયના એક મહત્ત્વના વાર્તાકાર છે કે જેમની વાર્તાઓ વાર્તા સાહિત્યજગતમાં એક મહત્ત્વનું યોગદાન પૂરું પાડે છે.
વિશ્વસાહિત્ય સાથે જોડાયેલા સર્જકની દૃષ્ટિ પણ જુદા જુદા દેશ-દુનિયાના વાડાઓને વળોટીને જુએ છે એનો પુરાવો આજની આ વાર્તા પણ છે. અંગ્રેજી સાહિત્યના અધ્યાપક એવા વિશાલ ભાદાણી અંગ્રેજી વાર્તાકાર મુનરોના ચાહક છે. વળી, અધ્યાપનકાર્ય પણ અંગ્રેજીનું કરાવતા હોય; તેમની વાર્તાઓમાં એક વિશાળ ફલકથી વિષયવૈશિષ્ટ્ય – શૈલીવૈશિષ્ટ્ય દરેક વાર્તાના અંતનિહિત આશયમાં સ્પષ્ટ થતું જોવા મળે છે.
લોકસાહિત્યની જાણે કે મહેક શ્વાસમાં અને તેની ગહેક તેમના લોહીમાં એવી તો ભળી ગઈ લાગે છે કે તેમણે જે કાંઈ વાર્તાલેખન કર્યું છે તેમાં લોકજીવનનો ધબકાર અને લોકસાહિત્યનો લય સંભળાયા વગર રહેતો નથી. મોટે ભાગે પોતાની વાર્તાકૃતિને સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસાહિત્યનાં ભાવ અને ભાષાના વાઘા પહેરાવીને જ આપણી સમક્ષ રજૂ કરે છે.
* * * * *
વાંચો: વિશાલ ભાદાણીની ટૂંકી વાર્તા ‘લીલા’ [ PDF ]
* * * * *
વીડિયો:

